India-world.co.in
          Home  |   Contact Us  |  


         

varshik rashi fal 2011

 
વૃશ્ચિક 
જીવનની મોટાભાગની સ્થિતિમાં આ રાશિવાળાઓને તકલીફ પોતાના સ્વભાવથી જ થાય છે. ભલે સ્પષ્ટતા, પ્રામાણિકતા, નિર્ભયતા રાખતા હોય. નજીકના સગા સંબંધી કે સામાન્ય વ્યક્તિ તમારાથી સહજતા નથી રાખતુ. રાશિનો સ્વામી મંગળ છે. કઠોરતાથી પરિશ્રમથી જ કામકાજ થાય છે. હંમેશા જાગૃત રહો છો. કોઈને કોઈ કાર્યમાં લાગ્યા રહેવુ તમરી વિશેષતા છે. જીદ રાખો છો. તમારી વાત, નિર્ણય પર અડગ રહો છો. બીજા તમને એકદમ સમજી નથી શકતા. ત્વરિત વિચારથી ધારણા બનાવી લો છો. બેજાની દખલગીરી પણ સારી નથી લાગતી. સ્વાવલંબન અને સ્વાભિમાની તર્ક રહે છે. આમ તો પ્રેમ દયા, મમતા પણ બની રહે છે. આ રાશિવાળાઓએ કોઈને પણ સારુ ન માનવુ જોઈએ અને કોઈને પણ મહત્વ ન આપો. દેખીતુ પ્રદર્શન શક્ય નથી હોતુ કોઈપણ ઉદ્દેશ્ય ધ્યેય બનેલ રહે છે. જવાબદારીઓનુ વહન કરવાનુ હોય છે. સહયોગની કમી રહે છે. પારિવારિક વાસ્તવિક સુખ શાંતિ, મર્યાદાનો અભાવ, ચિંતા રહે છે. માનસિક ચંચળતા, ક્રોધ અને અધિકારવશ કાર્યમાં સમર્પણ રાખો છો. ખુદનો ઉદ્દેશ્ય, લક્ષ્ય ગુપ્ત રાખો છો. આ વર્ષે વિદ્યાર્થીઓને સફળતા, અવસર, સ્થિતિમાં પક્ષધર બનશે. તમારા ઉદ્દેશ્ય, લક્ષ્ય પ્રત્યે સજગ અને સમર્પિત ભાવથી પરિશ્રમ કરો. વિશેષ યોગ્યતા, દક્ષતા પણ શક્ય રહેહ્સે. અન્ય ક્ષેત્રમાં વિશેષતા મેળવી શકશો. બધા વિષયો, રૂચિમાં ધ્યાન આપો. મહિલાઓ માટે આ વર્ષ ઉત્તમ. પારિવારિક જીવનને સહજતાથી આગળ લાવી શકશો. પોતાની ઈચ્છા, ઉદ્દેશ્ય અને શાંતિ સ્થાયિત્વની પૂર્તિ થશે. જવાબદારી નિભાવી શકશો. આનંદ, ઉત્સાહની અનૂભૂતિ થશે. નોકરી, રોજગરમાં પદ-સહયોગ,પ્રતિષ્ઠા વધશે. જાતિગત, સામાજિક યોગ, અનુભવ સંતોષદાયક રહેશે. વેપારીઓ માટે આ વર્ષ સારુ રહેશે. પ્રગતિ, સફળતાનો લાભ વિશેષ મળશે. ભાગીદારીના કામોમાં સફળતા મળશે. વ્યવસાયનો વિસ્તાર કરી શકશો. દુકાન-સ્થાનની સમસ્યા ઉકેલાશે. શનિ મહારાજ અગિયારમાં લાભમાં રહેશે. બધી દ્રષ્ટિએ લાભમાં રહેશો. મહેનત પરિશ્રમનુ ફળ મળશે. નિરાશાનુ વાતાવરણ નહી રહે. પ્રવાસ, યાત્રા, વૈદેશિક યોગ બનશે. જૂની ઈચ્છા, આંકાક્ષાઓની પૂર્તિ થશે. જન્મ કુંડળીન અન્ય યોગ જ વર્ષની આરાધના, પૂજા શ્રેષ્ઠ રહેશે. તળેલી વસ્તુઓનુ દાન યોગ્ય રહેશે. હવન સંકલ્પથી પૂજા લાભપ્રદ રહેશે. મંત્ર-તંત્રથી પણ પ્રગતિ, સંતોષ, સમાધાન મળશે.
 



Developed By Homepages.co.in