India-world.co.in
          Home  |   Contact Us  |  


         

varshik rashi fal 2011
 

વૃષભ 
શુક્રની રાશિ હોવાથી શારીરિક તેજસ્વિતા અને પ્રેમ, આકર્ષણ રહે છે. તમારી રાશિવાળામાં ઉત્સાહ ખૂબ રહે છે. વૈચારિક ઉમંગો અને યોજનાઓ સારી રીતે બનાવી લે છે. બુદ્ધિ, હોશિયારી ગંભીરતા પણ ખૂબ રહે છે. સ્થિતિઓ, વાતાવરણ, પ્રગતિમાં સહાયક એકદમ નથી બનતા. જેના કારણે મુશ્કેલી અને દુ:ખ થાય છે. સ્વભાવમાં સ્થિતિઓથી નિરાશા, ભાવુકતા જલ્દી બાનવી લે છે. જે કારણે કમજોરી, નિરાશા, હતોત્સાહ બની જાય છે. બીજા માટે ભલે તે વ્યક્તિ હોય, સંસ્થા હોય સારો સહયોગ-માર્ગદર્શન આપે છે. ખુદને તેનાથી લાભ નથી થતો. કેટલાક મામલા, અનુભવોમાં આ જીવન માટે પ્રભાવી બને છે. પ્રયત્નોમાં પરિશ્રમ, મહેનતમાં પાછળ નથી પડતા. વિપરિત સ્થિતિમાં પણ બીજા તમારા પર વધુ જવાબદારી, આશ્રિત રહે છે. તમારી આ પ્રકારની સ્થિતિઓ આ વર્ષે બની રહેશે. કડવા અનુભવ થશે. બધુ કર્યુ હશે/કરશો પણ સહયોગ, મદદ, લાભ નહી મળે. વૈચારિક વિવિધતા શક્ય છે. વિચારધારા બદલવા, કડવા અનુભવોને અકરણે જ આવી સમસ્યાથી મુક્તિ કે સ્વભાવમાં પરિવર્તન આવશે. કર્મ, મહેનત અને દ્રઢ ઈચ્છાશક્તિનો સમંવય બનશે. બીજાના બાબતમાં નિર્ણય એકદમ યોગ્ય બની શકે છે. યથાર્થવાદી પ્રવિત્તિ રાખો છો. જાતિ, સમાજ, પરિવાર, મિત્રતાના બાબતોનુ આકલન બનાવીને રાખો છો. દરેક સ્થિતિમાં પોતાની જાતને સાબિત કરો છો. પ્રતિષ્ઠા, સન્માન પ્રત્યે સજાગ રહો છો. આ જ કારણે પરિવાર અને અન્ય લોકો તમરા પર ભરોસો રાખે છે. જે કારણે કામકાજ ખૂબ કરવુ પડે છે. આ વર્ષ શનિ મહારાજ વર્ષભર પાંચમા રહેશે. જે કારણે પારિવારિક અથવા વૈવાહિક સમસ્યાઓ શક્ય છે. પોતાની બુદ્ધિ, હોશિયારી શિક્ષાનુ ગુમાન રહેશે જે નુકશાનપ્રદ રહેશે. રાહુ મે સુધી આઠમા પ્રતિકૂળ જ રહેશે. ગુરૂનો સતત સહયોગ, સંતોષ સમય પર મળશે. મોટાભાગના લાંબા વિચાર-વિમર્શ, ટાલમટોલ, આળસ ન રાખો. નહી તો તક નીકળી જશે. નુકશાન અને નિરાશા વધશે. સરકરી કોર્ટ-કચેરીના કામોમાં વધુ જવાબદારીથી રહો. પ્રતિષ્ઠાનો પ્રશ્ન ન બનાવો કે ન બનવા દો. પ્રોપર્ટીમા સાવધાની, ખરીદ-વેચાણ કાગળની ખાનાપૂર્તિ રાખવી પડશે. નોકરીમાં પણ સંપૂર્ણ સમય, અનુશાસન અને કાર્યદક્ષ, પરિશ્રમથી જ પ્રગતિ થશે. સમસ્યા નહી આવે. આર્થિક યોગ મિશ્રિત ફળદાયી. આવકની સાથે ખર્ચ જોડાશે. લેવડ-દેવડ અથવા ભૂલચૂકમાં નુકશાન થશે. આર્થિક વિશ્વાસમાં દગો શક્ય છે. નિયમિત વ્યવ્હારમાં સતર્કતા રાખવી પડશે. વર્ષમાં દરેક કામ સમય પર થાય એવી સ્થિતિ નહી રહે. પરંતુ પરિશ્રમ , સંયમ, શાંતિથી પોતાનો અધાર જરૂર બનાવવો પડશે. ગુપ્તતા જાળવી રાખો. વિદ્યાર્થીઓને શરૂઆતથી જ નિયમિતતા અને લગન, ઉદ્દેશ્યથી કેરિયર અને શિક્ષા તરફ વધવુ પડશે.
 



Developed By Homepages.co.in