India-world.co.in
          Home  |   Contact Us  |  


         

નંદલાલ નહિ રે આવું


નંદલાલ નહિ રે આવું, ઘરે કામ છે, 
તુલસીની માળામાં શ્યામ છે;
વૃંદા તે વનને મારગ જાતાં, 
રાધા ગોરી ને કાન શ્યામ છે ... નંદલાલ.

વૃંદા તે વનમાં રાસ રચ્યો છે, 
સહસ્ત્ર ગોપી ને એક કહાન છે;
વૃંદા તે વનને મારગ જાતાં, 
દાણ આપ્યાની ઘણી હામ છે ... નંદલાલ.

વૃંદા તે વનની કુંજ ગલીમાં, 
ઘેર ઘેર ગોપીઓનાં ઠામ છે;
આણી તીરે ગંગા પેલી તીરે જમુના, 
વચમાં ગોકુળિયું ગામ છે ... નંદલાલ.

ગામનાં વલોણાં મારે મહીનાં વલોણાં, 
મહીડાં ઘૂમ્યાની ઘણી હામ છે;
બાઈ મીરાં કે પ્રભુ ગિરિધર નાગર, 
ચરણકમળ સુખધામ છે ... નંદલાલ.





Developed By Homepages.co.in