મિથુન રાશિ સ્વામી બુધ. સ્વભાવમાં સંયમ અને સહયોગથી પરિપૂર્ણ. સીધો અને સાફ-સૂથરો, સામાન્ય જીવન. વ્યર્થની ગેરસમજો, ખોટા આરોપોથી મોટાભાગના જીવનમાં સંકટ અને ચિંતાઓ બની રહે છે. કોઈનુ અપમાન અથવા ખોટો વ્યવ્હાર પસંદ નથી કરતા. સંયમ જેટલો, એટલો જ ગુસ્સો પણ રહે છે. સૈદ્ધાંતિક થઈ જાય છે. એકવાર જે ધારણા બની જાય છે તેના મુજબ ચાલો છો. માનસિકતા પાક્કી રહે છે. હંમેશા વિચારમા અને ચિંતનમાં રહો છો. વિરોધીઓમા નિકટના લોકો અને સંબંધીઓ હોય છે. યશ-સફળતા માટે રાહ જોવી પડે છે. સહજતાથી મહેનત વગર મોટાભાગના કામો નથી થતા. ધ્યેય,લક્ષ્ય, એક જ રાખો છો, કોઈપણ કાર્યમાં શાંતિપ્રિય રીતે કરવાનુ પસંદ કરો છો. તમારા આ સ્વભાવને બીજા લોકો સમજે છે, જેનો અંત તેમને નિરાશા સાંપડે છે. અવરોધો બન્યા રહે છે. કોઈ બાબતોમાં થાક, આળસ, પારિવારિક જવાબદારી કષ્ટપ્રદ રહે બને છે. આ કારણે બીજા તમને મહત્વ નથી આપતા, સમજી નથી શકતા. જીવનમાં નવા વિચાર, સહયોગ, ઉત્સાહ, આત્મવિશ્વાસ રાખો છો. તમારી સમસ્યાઓ તમારી પોતાની ઓછી બીજાઓની વધુ હોય છે. તમે ઈચ્છવા છતા પણ જવાબદારીઓ ઓછી નથી કરી શકતા. કાર્ય ક્ષેત્રમાં ફેલાવની સાથે નિર્વાહ કરવામાં જે ધૂર્તતા જોઈએ તે વધુ નથી રહેતી. અનુશાસિત અને નિયમિતતા પસંદ છે. અન્યોની ખોટી ચિંતા, મદદથી તકલીફ બની રહે છે. આ વર્ષ વિદ્યાર્થીઓ માટે ઉત્સાહપૂર્ણ રહેશે. તમારા લક્ષ્યની પ્રાપ્તિ થશે. પરિશ્રમનો વિશેષ સંતોષ રહેશે. રોકાયેલુ પરિણામ, સારા કેરિયર સંબંધી કાર્ય થઈ શકશે. આ બધુ મહેનત અને ગંભીરતા, એકાગ્રતાથી થશે. સમયનો યોગ્ય ઉદ્દેશ્ય, અભ્યાસ, પ્રતિસ્પર્ઘામાં જોડાઈને ઉપયોગ કરો. વ્યાપારિક ઉદ્દેશ્ય, પ્રગતિ, લાભની પ્રાપ્તિ થશે. નવુ કાર્યક્ષેત્ર બનશે. કામકાજનો વિસ્તાર કરી શકશો. સાહસ, હિમંત કરી શકશો. જૂના અર્થપૂર્ણ પરિચય, મિત્રતા, સહયોગ અને વાસ્તવિક સત્યતાથી પ્રયત્નનુ પ્રતિફળ મળશે. વિપરિત અને સંઘર્ષપૂર્ણ સ્થિતિ વર્ષમાં રહેશે, જેનાથી પણ આ શક્ય છે. જો કે સ્વભાવ, વિચારનો દ્રષ્ટિકોણ બદલાય છે. જે નિયમિત લાભ ઉપરાંત અન્ય નાની-મોટી સફળતા મુજબ રહેશે. મહિલાઓ માટે શ્રેયસ્કર રહેશે. કોઈ બાબતોમાં પારિવારિક સહયોગમાં સંઘર્ષરત રહેવુ પડશે. છેવટે તમારા વિચાર અને કાર્યને પ્રશંસા મળશે. થોડો સમય તમને વર્ષમાં જવાબદારી અને અનિશ્ચિતતામાં પણ રહેવુ પડશે. ઈચ્છિત સ્થિતિઓ નિર્મિત કરવી પડશે. ઘર-પરિવાર, કાર્યક્ષેત્ર, સામાજિક દાયિત્વને એક સાથે જ સાચવવી પડશે. વાદ,વિવાદ, મતભેદ પણ વધુ રહેશે. નોકરી, રોજગાર, કાર્યક્ષેત્ર, અધિકારમાં પણ અસમાનતા અથવા મરજી મુજબની નહી જોવા મળે. કાર્યકુશળતા, જવાબદારીમાં કોઈ પરિવર્તન ન કરો. આ વર્ષ શનિ મહારાજને પનોતી (ચોથા)રહેશે. મિથુન રાશિવાળાને કોઈને કોઈ ચિંતા, કષ્ટ બની રહેશે. નોકરી, રોજગારમાં વધુ સાવધાની રાખો. ગુરૂ દસમા અને મે થી અગિયારમાં રહેશે. જેનો સુખદ અને શાંતિપ્રદ લાભ મળશે. રાહુ મે સુધી સાતમા પછી છઠ્ઠા ગોચરમાં રહેશે. જે સામન્ય પ્રભાવી રહેશે. ટૂંકમા ઈમાનદારીથી પરિશ્રમ, મહેનત કરશો તો સફળતા મળશે, અધિક લોભ-લાલચથી બચવુ પડશે. વિરોધી શત્રુપક્ષને કમજોર ન સમજશો. ભાઈ-બહેન, પરિવારમાં તમારો હક, ભાગ, કાયદા બાબતે બચો. શક્ય હોય તો દરેક વાત, કાર્ય, નિર્ણય સ્થિતિની માહિતી પરિવાર,પત્નીને આપવી હિતકર રહેશે. આનાથી જ જવાબદારી, સહયોગ, આનંદ-વિનોદ શક્ય છે. ઉન્નતિ-પ્રગતિ પણ દેખાશે. નોકરીમાં સ્થાયિત્વની કમી રહેશે. પરંતુ કોઈના કહેવા, સાંભળવાથી, લાલચમાં પરિવર્તનથી બચો. અસંતોષ, અસમાધાન, આખુ વર્ષ સામાન્ય બની રહેશે. આર્થિક, ફેલાવ, ખર્ચ, કર્જ, વગેરે વિચાર કર્યા વગર વધારશો નહી. વિપરિત ગ્રહ આ સચ્ચાઈ સામે લાવે છે. જેનુ ધ્યાન રહે. ભગવાન ગણેશની આરાધના કરો. પોતાના ઈષ્ટ, ગુરૂની સેવા-પૂજા લાભદાયક રહેશે. શારીરિક, માનસિક રૂપથી નબળા લોકો માટે દાન, સેવા યોગ્ય બનશે.