India-world.co.in
          Home  |   Contact Us  |  


         

varshik rashi fal 2011
 
 
મેષ 
મેષ - તમારી રાશિનો સ્વામી મંગળ છે. ટોચની રાશિ હોવાની સાથે સાથે જ પ્રકૃતિ ગરમ અને વિચારોમાં જોશ, ઉત્તેજના રહે છે. મેષ રાશિવાળા ખૂબ ઉત્સાહી, કર્તવ્યપરાયણ, નિયમિતતા અને કામકાજ પ્રત્યે જવાબદાર રહે છે. વ્યવ્હારિક બાબતોમાં ખુદને શ્રેષ્ઠ સિદ્ધ કરી શકે છે. તેમને પોતાના અધીનસ્થોથી વધુ લગાવ નથી હોતો. સહયોગ આપી શકે છે. ઉંચ-નીચ, વાતચીત-વ્યવ્હારમાં ક્રોધ બતાવે છે. મન, વિચાર, સ્વભાવ વિરુદ્ધ કાર્યને પણ સ્વીકાર નહી કરતે. સ્વાભિમાની અને સ્વાવલંબી હોય છે. સાહસ અને નિડરતા રાખે છે. સ્પષ્ટતા, ઉદારતાની સાથે ખુદને પરિશ્રમથી પ્રતિષ્ઠા અર્જિત કરે છે. મિલનસાર, ઉચિત માર્ગદર્શન અને તર્કસંગત કાર્યકુશળતાથી જાતિ, સમાજમાં પ્રતિષ્ઠા મેળવે છે. આ જ કારણે તમારી ચાહત ઉપયોગી બની રહે છે. અનુશાસન અને જવાબદારીનુ મહત્વ રાખે છે. કૌંટુબિક, આંતરિક પ્રેમ-સ્નેહ બરાબર રાખે છે. આ વર્ષ તમને ગુરૂ બારમો રહેશે જે મિશ્રિત, પરંતુ સામાન્ય અને સુખદ ફળદાયી રહેશે. ઈમાનદારી,નિષ્ઠા, જવાબદારી સંતોષનુ ફળ મળશે. મે-11થી રાશિ પર ભ્રમણ ઉત્તરોઉત્તર પ્રગતિ અને ઉત્સાહપૂર્વક શનિના છઠ્ઠા સ્થાનથી ગોચર ભ્રમણ વિરોધી, શત્રુપક્ષને માટે કમોબેશ નિરાશાજનક રહેશે. છતા પણ સાહસિક અથવા પારિવારિક દ્રષ્ટિથી પ્રતિકૂળ જે સંપૂર્ણ વર્ષભર જ રહી શકશે. રાહુનો સારો અને રાહત આપનારો પ્રભાવ પૂર્વાર્ઘમાં મળી જશે, મે થી આઠમો રહેશે જે વિશેષ પ્રતિકૂળ નિરાશાજનક પરિણામોની સ્થિતિમાં રહેશે. મંગળ અને અન્ય ગ્રહોના તાત્કાલિક ફળ અનુકૂળ મળશે. ટૂંકમાં વર્ષ ખૂબ સહયોગી અને હિતકારક રહેશે. ઉતાવળિયો સ્વભાવ ન રાખશો. વિશ્વાસ નિયમિતતા, પરિશ્રમ, સંતોષ, નિયમિતતા, જો રાખશો તો સુખદ, લાભપ્રદ વર્ષ રહેશે. તમારી ભૂલોથી કંઈક શીખજો, બીજાને કમજોર ન સમજશો. વિરોધમાં ક્રિયા-પ્રતિક્રિયાથી બચશો તો સફળતા મળશે. સ્થિતિઓ આનાથી જ પક્ષમાં રહેશે. નોકરીમાં યશ મળશે. ઈચ્છાઓ પૂરી થશે. પ્રાંસગિક લાભ, સ્થાનાંતર, યોગ્ય પદની પ્રાપ્તિ થશે. પારિવારિક સુખ શાંતિનો અનુભવ થશે. ખુદની વિનમ્રતાથી કાર્ય થશે. સંતાનની પ્રગતિ થશે. શિક્ષા કેરિયરમાં સફળતા મળશે. વિવાહ વગેરે કામોમાં લાભ મળશે. ખુદના મહત્વપૂર્ણ કામો થશે. પ્રોપર્ટી, વાહન વગેરેની ખરીદી થશે. આવક, સુખદ રોકાણ, બચત, ભવિષ્યની યોજના સાર્થક રહેશે. આવકના સાધનો વધશે. કોર્ટ-કચેરીના વિવાદોથી નુકશાન જ થશે. સમજૂતી કરવી પડશે. કાર્યકુશળતા સંયમ કાયમ રાખો. વિદ્યાર્થીઓને માટે આ વર્ષ સારુ. પોતાના ઉદ્દેશ્યની પૂર્તિ, પરિશ્રમ, લગનથી જ થશે. દ્રઢતા અને સમય પર માગદર્શનનો લાભ મળશે. વિશ્વાસ, આળસ, ભરોસામં નુકશાન શક્ય છે. વેપારમાં લાભ થશે. આર્થિક બાબતો સુધરશે. ખેતી, વેપાર, સંબંધી વ્યવસાયી લાભપ્રદ સ્થિતિમાં રહેશે. પરિશ્રમને મહત્વ આપવુ પડશે. અગાઉ કરેલ ભૂલચૂક વિશ્વાસથી લાંબુ નુકશાન ઉઠાવવુ પડે તે શક્ય છે. સ્ત્રીઓ માટે જવાબદારીનુ વર્ષ. કોઈ નવી જૂની બીમારીની તકલીફ રહેશે. નોકરી, ધંધાના સ્થાન પર ખુદને નિયંત્રિત અને જવાવદાર રહેવુ પડશે. પ્રતિષ્ઠા-પ્રતિભા છતા ખૂબ અસંતોષ અનુભવશો. ગુપ્ત વ્યવ્હાર, સંબંધ અને વધુ ભાવુક્તાથી બચો. મેષ રાશિવાળાઓએ શિવજી, હનુમાનજીની સેવા પ્રાર્થના, પૂજન કરવુ જોઈએ. અન્નદાન અને પિત્તરો અને વડીલોના આશીર્વાદ સેવાથી લાભ સંતોષ મળશે. કોઈ ગુરૂના સાનિધ્યમાં રહો.
 




Developed By Homepages.co.in