India-world.co.in
          Home  |   Contact Us  |  


         

varshik rashi fal 2011

 
મીન 
તમારા રાશિનો સ્વામી ગુરૂ છે. સામાન્ય શાંતિ, સહિષ્ણુતા, ગંભીરતા રહે છે. કામકાજ-જવાબદારી પ્રત્યે સજાગતા રહે છે. નિયમિતતાવાળુ જીવન ઉપયોગી અને યોગ્ય માને છે. શંકા, તર્ક-વિતર્કતાથી તમારા નિર્ણયોમાં પરેશાની હોય છે. કોઈપણ પ્રકારના સ્થાયિત્વ નથી મળતુ, ખૂબ પ્રયાસ પરિશ્રમ અને ભાગદોડ કરવી પડે છે. આવેશ, ક્રોધ, ચિડચિડાપણું વધે છે. બીજા અથવા પરિવાર પ્રત્યે જવાબદારી રાખો છો. છતા તેનો સમય પર સહયોગ નથી મળતો, બહારી સ્થિતિઓમાં વિરોધ, શત્રુતા, ઈર્ષા, બીજા બરાબર રાખે છે. ચિંતન, મનન, વિશ્વાસ, સાહસ-ત્યાગની સ્થિતિઓને સાચવો છો. ક્રોધ અથવા કોઈ વાતનુ ખોટું લાગતા કામકાજને પરિણામ વિચાર્યા વગર વચ્ચે જ છોડી દો છો. વાસ્તવમાં પ્રેમ, ધર્મ, ધ્યાન, દર્શનથી ફરી સામાન્ય થઈ જાય છે. બીજા તમારા પર ખૂબ વિશ્વાસ અને શ્રદ્ધા રાખે છે. પરંતુ સમય આવતા સુધી તેઓ બતાવી નથી શકતા. યોગ્યતા, અનુભવ, જ્ઞાનથી જીવનમાં દરેક સ્થિતિમાં પ્રગતિ કરી શકો છો. તમારી રાશિનો સ્વામી ગુરૂ છે જે વિનમ્રતા, ઈમાનદારી, વિદ્ધતા અને શાંતિના ગુણોથી પૂર્ણ છે. ગુરૂના ભૌતિક સુખો સાથે કોઈ સંબંધ નથી. તેનો સંબંધ, શાંતિ ઉન્નતિ અને ઉદ્દેશ્ય, ધ્યેયપૂર્ણ જીવન છે. આ કારણે ખુદની ઉન્નતિની કામના રહે છે. કોઈના પર આશ્રિત કે આધીન રહેવુ પસંદ નથી કરતા. આડંબર, પ્રદર્શનથી દૂર રહો છો. આ વર્ષ ગુરૂ તમરી રાશિ પર ભ્રમણ કરશે. મે 11થી બીજા સ્થાન પર રહેશે. સારા પરિણામ, સ્થિતિની આશા કરી શકો છો. શનિનો વર્ષના અંત સુધી સાતમા સ્થાન પર ગોચર બન્યો રહેશે, જે સામાન્ય રહેશે. રાહુના દસમા રાજ્યમાં હોવુ અનુકૂળ છે. મે થી નવમા ભાગ્યમાં રહેશે. આ વર્ષ આપના માટે ખૂબ જ ફાયદાકારક છે, જે નોકરી કે વેપાર માટે ખૂબ જ પ્રગતિદાયક સાબિત થશે. વર્ષના શરૂઆતના સમયમાં નોકરી કે વેપારમાં ખૂબ જ મોટી વૃદ્ધિ થાય તેવા યોગ છે. તમારા આત્મવિશ્વાસમાં સારો એવો વધારો થશે. નોકરીમાં બદલી-બઢતી થતી જોવા મળશે. ૧૨-૧-૨૦૧૧ના પછી ધારેલી સફળતા મળવા લાગશે. આપના હિતશત્રુઓ કાંઇ પણ કરી નહીં શકે. હા, આપની પ્રગતિ અવરોધવાના પ્રયત્નો કરી શકે છે. વિદ્યાર્થીઓ માટે આગામી સમય તમને સહનશક્તિ, ધીરજ અને આત્મવિશ્વાસમાં વધારો કરી જશે. માત્ર તમારે તમારા મિત્રોને ઓળખવા પડશે. ઘમંડી કે અભિમાની બનવું નહીં, સમયની કિંમત કરવી પડશે. માતા-પિતા કે વડીલોથી સહકાર મળશે સ્ત્રીઓ માટે આગામી સમય ખૂબ જ લાભદાયી-સુખદાયી સાબિત થશે. આગામી સમયમાં તબિયત જ બગડી શકે છે. કુટુંબમાં સારો પ્રેમ મળી શકશે. આપના મિત્રોથી, સંતાનોથી સારો ફાયદો મળી શકશે. આ વર્ષમાં ઓછી મહેનતે સારી સફળતા મળશે. શિવજી વિષ્ણુજીની આરાધના કરો. તમારા ગુરૂ સેવા-સત્સંગ અને અધ્યાત્મ દર્શનથી લાભ થશે. પાણીમાં રહેતા જીવ-જંતુઓને તેનો ખોરાક આપો. વિવિધ ધાર્મિક વૃક્ષોની પૂજા નિયમિત કરવી હિતમાં રહેશે.
 



Developed By Homepages.co.in