કુંભ શનિ પ્રધાન રાશિ. સાહસી અને સ્પષ્ટવાદી રહો છો. સ્વભાવમાં તર્ક-વિતર્કતા, આંતરિક ક્રોધ, સ્વાવલંબન રહે છે. શાંતિ, સમજદારી ઉતાવળ કર્યા વગર કાર્ય કરવામાં વિશ્વાસ રાખો છો. જે કારણે પ્રતિસ્પર્ઘાત્મક સ્થિતિઓમાં ખેંચતાણ રહે છે. બીજાની પરવા નથી કરતા. સંઘર્ષ, જવાબદારીથી નથી ગભરાતા. બુધ્ધિમત્તા, આત્મ અનુશાસન રહે છે. કામકાજ વ્યક્તિનો નિર્ણય બીજાને સમજી શકવા સહેલા હોય છે. જેટલો પ્રભાવ, સન્માન, પ્રતિષ્ઠા બહાર મળે છે, તેટલો જ ઘર-પરિવારમાં નથી મળતો. ચિંતનની એકાગ્રતા, લગન અને કાર્યદક્ષતા પર ધ્યાન રહે છે. ગુણોના મુજબ સ્વભાવમાં કેટલા અવગુણ પણ બની જાય છે. જીવનમાં એક ને એક કષ્ટ, ચિંતા બની રહે છે. ઈચ્છાશક્તિ, સ્વાભિમાન, નિડરતાથી સફળતા મળે છે. આમ પણ કર્મ, પરિશ્રમ, પ્રયાસમાં જ વિશ્વાસ રહે છે. આડંબર પસંદ નથી કરતા. વ્યર્થના તામઝામ, વાત, પ્રચાર-પ્રસાર નથી માનતા કે ખુદને દૂર રાખો છો. પરિશ્રમ. પ્રયાસમાં કમી નથી કરતા. કામકાજના યશ અપયશ, સારા-ખરાબ પરિણામોની ચિંતા નથી રહેતી. કોઈપણ સ્થિતિમાં પાછળ હટવુ સારુ નથી લાગતુ. નિરાશા, પશ્ચાતાપ. ઓછો રહે છે. ભાવુકતા, પ્રેમ, સ્નેહ એકદમ નથી બનતો. તમને ઘણીવાર સુખ, દુ:ખના પરિણામોને લાંબા સમય સુધી સહન કરવા પડે છે. ગંભીરતાથી બોલવા પર બીજાને દસ વાર વિચાર પડે છે. વાત, કાર્યમાં ગંભીરતા અને પરિશ્રમ દેખાય છે. ગુરૂના બીજા સ્થાનથી શુભ ભ્રમણ આપશે. મે 2011થી ગુરૂ ત્રીજા સ્થાન પર રહેશે. એ પણ ખૂબ સહાયક અને પ્રગતિવર્ઘક રહેશે. રાહુનો અગિયારમો લાભ સ્થાનથી ભ્રમણ પણ અનુકૂળ રહેશે. મે થી રાહુ પણ દસમાં રાજ્ય ગોચરમાં રહેશે. આ વર્ષમાં આ રાશિવાળાઓને ચિંતા, સંઘર્ષની સ્થિતિ ઓછી રહેશે. નવું વર્ષ આપના માટે ખૂબ જ લાભદાયી-સુખદાયી અને ધનદાયી સાબિત થશે. સ્થાવર મિલકતમાં વધારો થશે. મુશ્કેલીઓ દૂર થતી જણાશે. ધારેલાં કાર્યોમાં સફળતા મળશે. વેપાર કે નોકરીમાં પ્રગતિદાયક સમય રહે. આરોગ્યની કાળજી રાખવી પડશે. કોર્ટ-કચેરીના કાર્યોમાં પણ સફળતા મળશે. દાંપત્યજીવન ખૂબ જ સુખમય રહેશે. નાની-મોટી વિદેશયાત્રાઓનો યોગ પણ રહેલો છે. મહિલાઓ માટે આગામી સમય આપના માટે ખૂબ જ લાભદાયી છે. ધનયોગ મધ્યમ રહેશે. આપને નોકરી-વેપારમાં ખૂબ જ સારો ફાયદો મળશે. તબિયતમાં સાંધાની, વાળની, ચામડીનાં, કમરનાં દર્દ થાય. પેટના ઓપરેશન આવશે. વિદ્યાર્થી માટે આગામી સમય આપના માટે ખૂબ જ સારો છે, પરંતુ આપના મિત્રો કે સ્ત્રીમિત્રોથી દગો કે ફટકો ન મળે તેની ખાસ તકેદારી રાખવી પડશે. આગામી સમયમાં આપને શારીરિક મુશ્કેલી આવશે નહીં. હનુમાનજી, શનિદેવની આરાધના કરો. વિષ્ણુ પૂજા, દર્શન-અર્ચના લાભદાયક રહેશે. વડીલોના નિયમિત આશીર્વાદ સહાયક રહેશે.