ધન તમારી રાશિનો સ્વામી ગુરૂ છે. વાસ્તવમાં જીવનની સ્વભાવગત વિશેષતાઓ જ્ઞાન, આદર, સંયમ, ગુરૂથી જ પ્રાપ્ત થાય છે. વૈચારિક સજાગતા, ઉત્તમ ભાવનાઓનુ સ્થાન જુદુ જ રહે છે. આ રાશિવાલા સંયમ, શાંતિ, આત્મવિશ્વાસ, પ્રતિષ્ઠા, કાર્યદક્ષતાને મહત્વ આપે છે. ત્યાગ અને એકાગ્રતાની સ્થિતિઓ બનાવે છે. વિચારોમાં પરિવર્તન પણ ત્વરિત આવે છે. નિયમિતતા સમન્યવથી કાર્ય કરે છે. પોતાને વાત, યોજના, કાર્યના બીજાને સહજતાથી જાણ નથી થતી. ગુપ્તતા, ધૂર્તતા, ઉંડાણથી વિચાર છે. અમલીકરણ, ગતિશીલતામાં વિશ્વાસ રહે છે. વિચારોની ગંભીર્તા લાંબા સમય સુધી એક જેવી રહે છે. અંદરથી ગુસ્સો અધિક હોય છે. જેમા માનસિક અશાંતિ, પશ્ચાતાપ રહે છે. ઘણી બાબતોમાં સારા-ખરાબનુ પરિણામ જાણ થાય છે. આમ તો એકદમથી હાર નથી માનતા. સંઘર્ષ, વિપત્તિમાં એકદમ વિચલિત નથી થતા. સહજતા અને હિમંત, સાહસથી આગળ વધે છે. પારિવારિક પરિશાનીઓ, ચિંતા, ભાવુકતા અધિક રહે છે. સ્વતંત્રતા ન્યાયસંગત, કાર્ય તર્કસંગત નિર્ણય પસંદ કરે ક હ્હે. પોતાની પર એ માટે આત્મવિશ્વાસ પણ કાયમ રહે છે. આર્થિક મુશ્કેલીઓનો અંત આવશે.સંતાનસુખમાં વધારો થાય. વડીલોનું માર્ગદર્શન મળી રહેશે.જીવનમાં ન ધારેલી સફળતા મળતી જણાય. શરીરસુખ સારું રહેશે. વેપારમાં ફાયદો.આધિ-વ્યાધિ-ઉપાધિ દૂર થઇ જશે. છુપા દુશ્મનોથી સંભાળવું.ઇચ્છિત કાર્યોમાં સફળતા મળશે. આપના ઉધાર લીધેલા નાણાકીય ટેન્શન રહ્યાં કરશે. લક્ષ્મીયોગ ખૂબ જ સારો થશે, પરંતુ આવક કરતાં જાવક વધે નહીં તેનું ધ્યાન રાખવું જરૂરી છે. વિદ્યાર્થીઓ માટે શરૂઆતથી જ ખૂબ જ સારું રહેશે. આપને શરૂઆતના સમયમાં શ્રમ પડ્યો કરશે. મિત્રોથી, સ્ત્રીમિત્રોથી લાભ મળશે. સ્વયંના વિચાર, પરિશ્રમ ઉપયોગી રહેશે. વિશ્વાસ ભરોસે ન રહો. અધીનસ્થોથી સતર્કતા રાખો. બેજવાબદારીમાં વિશ્વાસઘાત અને મોટુ નુકસાન સંભવ છે. નવી કાર્યયોજના, ભાગીદારીમાં યશ મળશે. સ્થાન-દુકાનમાં પણ લાભ અથવા સ્વયંની માલિકી થશે. શ્રેષ્ઠ સહયોગ, સંપર્ક-ઓર્ડર મળશે. આવક, લાભ, ધારણા-રોકાણ ઉચિત રહેશે. સ્વભાવમાં પરિશ્રમ વધારવો પડશે. નોકરીમાં ઉન્નતિ થશે. પદોન્નતિ, સ્થાનાંતરણ થશેવિદ્યાર્થીબંધુની એકાગ્રતા, ધ્યાન, મનન, ચિંતનમાં વધારો. આ વર્ષમાં કોઇ મોટી બીમારી ન આવે તેનું ધ્યાન રાખવું. સ્ત્રીઓ માટે ખૂબ જ લાભદાયી રહેશે. આપને નોકરી-વેપારમાં ખૂબ જ સફળતા મળી શકે છે. રોકાયેલાં નાણાં પરત મળી શકે છે. શિવજી હનુમાનજીની પૂજા-આરાધના કરો. તમારા ઈષ્ટ ગુરૂની કૃપામાં રહો. અપંગ, માનસિક, શારીરિક દુર્બલ લોકોને મદદ કરવી યોગ્ય રહેશે. વર્ષના ઉત્તરાર્ઘમાં સેવા-પૂજન, મદદ, દાન અધિક જરૂરી રહેશે.