India-world.co.in
          Home  |   Contact Us  |  


         

વેજિટેબલ બૉલ્સ

સામગ્રીઃ ૨ કપ બાફીને મસળેલાં બટાકાં, ૧/૨ કપ બાફેલા વટાણા, ૨-૩ લીલાં મરચાં સમારેલાં, ૨ ચમચા કોથમીર સમારેલી, ૧ ચમચી તેલ, ૧/૨ કપ શેકેલા તલ, ૧ ચમચી જીરું, ૧ ચમચી ધાણાજીરું, ૧/૨ ચમચી મીઠું, ૧/૨ ચમચી ગરમ મસાલો.

રીતઃ તેલ ગરમ કરી એમાં જીરું અને ધાણાજીરું શેકી લો. હવે એમાં વટાણા, બટાકાં, મીઠું, ગરમ મસાલો, કોથમીર અને લીલાં મરચાં નાખી બરાબર મિક્સ કરી લો. મિશ્રણના નાના-નાના ગોળા વાળી એને તલમાં રગદોળી લો.
એક પ્લેટમાં કોથમીર પાથરી એની પર બોલ્સને સજાવી દો. લીલી ચટણી અને સોસ સાથે પીરસો.




Developed By Homepages.co.in