તલની મઠરી
સામગ્રી ઃ ૨ કપ ઝીણી સોજી, ૧ કપ મેંદો, ૧/૨ કપ સફેદ તલ, ૧/૨ કપ ઘી, ૧ ચમચી અધકચરા વાટેલાં કાળાં મરી, ૧/૨ ચમચી મીઠું, ૧/૨ ચમચી બેકિંગ પાઉડર, તળવા માટે રિફાઈન્ડ તેલ. 
રીત ઃ સોજી અને મેંદામાં તલ, મીઠું, અજમો, અધકચરા વાટેલાં કાળાં મરી અને બેકિંગ પાઉડર મિક્સ કરો. પછી ઘી ગરમ કરીને તેનો મોણ નાખી પૂરી જેવો લોટ બાંધો. ૧૦ મિનિટ સુધી લોટ ઢાંકી રાખો. પછી નાના નાના લૂઆ કરી નાની પૂરીની જેમ વણીને શેકી લો. સ્વાદિષ્ટ મઠરી તૈયાર છે.