તલની બરફી
સામગ્રી ઃ ૧૦૦ ગ્રામ સફેદ તલ, ૧૦૦ ગ્રામ માવો, ૧૦૦ ગ્રામ ખાંડ, ૨ ચમચા સમારેલો મિક્સ સૂકો મેવો, ૧ ચમચી શુદ્ધ ઘી.
રીત ઃ તલ થોડા શેકીને અધકચરાં વાટી લો. માવો પણ શેકી લો. એક કઢાઈમાં ખાંડ અને અડધી વાટકી પાણી નાંખો. બે તારની ચાસણીતૈયાર થઈ જાય એટલે એમાં અધકચરા વાટેલા તલ અને માવો ઉમેરીને હલાવો. ગેસ બંધ કર્યા પછી તેને હલાવતાં રહો જેથી બધું એકસરખું થઈ જાય. મિશ્રણ ઘટ્ટ થઈ જાય એટલે થાળીમાં ઘી ચોપડીને એમાં મિશ્રણ પાથરી દો. ઉપર સમારેલો સૂકો મેવો ભભરાવો. ઈચ્છા હોય તો ચાંદીનો વરખ ચોંટાડો. બરફી ઠંડી થઈ જાય પછી મનગમતા આકારના ટુકડા કરો.