પુદાલંબૂ
સામગ્રી ઃ ૧ પાણીવાળું લીલું નાળિયેર, ૧ ૧/૨ કપ ચણાની દાળ, ૫૦ ગ્રામ કાજુ, ૬ એલચી, ૮ ચમચા ખાંડ, ૧૦ ગ્રામ અખરોટ, ૧૦ ગ્રામ બદામ, ૧૫૦ ગ્રામ શુદ્ધ ઘી, ૨૦ ગ્રામ પૌંઆ, ૧ ચમચી ગુલાબજળ, ૪ ચાંદીના વરખ.
રીત ઃ બદામ અને અખરોટનો માવો, ચણાની દાળ કાજુ અને ૩ એલચી ધોઈને પાણીમાં પલાળી રાખો. લગભગ ૧ ૧/૨ કલાક પછી તેને પાણીમાંથી કાઢી લો. આ મિશ્રણમાં પૌંઆ મિક્સ કરીને એકબાજુ મૂકી રાખો. પુદાલંબુ મિશ્રણ તૈયાર છે.
હવે નાળિયેરનું પાણી કાઢી નાખી તેને છીણી નાખો. છીણેલા નાળિયેરને પણ દબાવીને તેમાંથી પાણી કાઢી નાખો અને તેને ધીમી આંચે ઊકળવા મૂકી દો. પછી તેમાં ખાંડ નાખી એકતારી ચાસણી બનાવી આંચ પરથી ઊતારી લો. નાળિયેરનું પાણી તથા છીણમાંથી કાઢેલું પાણી, બંને મળીને લગભગ ૧ ૧/૨ કપ થવું જોઈએ.
કડાઈમાં ઘી ગરમ કરો અને પુદાલંબુની નાની નાની ગોળીઓ વાળી સોનેરી રંગની થાય ત્યાં સુધી તળો. પછી નાળિયેરના પાણીવાળી ચાસણીમાં ગુલાબજળ નાખી તેમાં આ ગોળીઓ નાખી દો. તેમને બે કલાક સુધી ડૂબેલી રહેવા દો. પછી ચાંદીનો વરખ લગાડીને પીરસો.