મસાલેદાર કોબીજ
સામગ્રી ઃ ૨૫૦ ગ્રામ કોબીજ, ૧/૪ લીલું નાળિયેર, ૧ ચમચી રાઈ, ૫-૬ લાલ સૂકાં મરચાં, ૧ લીંબુ, ૧/૨ ચમચી મીઠું, ૧/૨ ચમચી તેલ.
રીત ઃ કોબીજને બારીક સમારો. નાળિયેરને છીણી નાખો. તેલ ગરમ કરી તેમાં રાઈ લાલ મરચાંનો વધાર કરી કોબીજ નાખો. તેજ આંચ પર ૫ મિનિટ સુધી ઢાંક્યા વિના તેને હલાવતાં રહો. તેમાં પછી મીઠું નાખી આંચ બંધ કરી દો. તેમાં લીંબુનો રસ અને છીણેલું નાળિયેર મિક્સ કરી પીરસો.