મસાલેદાર ફાડા
સામગ્રીઃ ૧ કપ ઘઊંના ફાડા, ૧/૨ કપ વટાણા, ૧ કપ બટાકા ઝીણા સમારેલા, ૧ ડુંગળી ઝીણી સમારેલી, ૧ કેપ્સિકમ સમારેલું, ૧/૨ કપ ફ્લાવર સમારેલું, થોડા શેકેલા ફોતરા વગરનાં સીંગદાણા, ૨ ટામેટાં સમારેલાં, ૧ ચમચી રાઇ, ૩-૪ સૂકાં લાલ મરચાં, ૨-૩ લીલાં મરચાં સમારેલાં, ૧/૨ ચમચી લાલ મરચું, ૧ ચમચી મીઠું, ૧ ચમચી તેલ, કોથમીર સમારેલી.
રીતઃ ફાડાને કડાઇમાં કોરા જ આછા ગુલાબી શેકી લો. તેલ ગરમ કરી રાઇ અને આખાં લાલ મરચાંનો વઘાર કરો. એમાં ફાડા નાખી ૧ મિનિટ સુધી શેકો. ટામેટાં સિવાય બીજા બધાં શાક અને મીઠું-મરચું પણ નાખી દો. ૩ વાટકી પાણી નાખી ઊભરો આવે એટલે ઢાંકીને ગેસ ધીમો કરી ૧૦-૧૨ મિનિટ સુધી ચડવા દો. બઘું પાણી બળી જાય પછી ગેસ બંધ કરી ટામેટાં અને સીંગદાણા પણ નાખી દો. હવે આ મિશ્રણને એક ગોળ વાસણમાં દબાવીને ભરી ૧૦-૧૫ મિનિટ સુધી ઢાંકી રાખો. છેલ્લે એક સર્વંિગ ડિશમાં મિશ્રણવાળું વાસણ ઉંઘું પાડી મોલ્ડ કાઢી લો. કોથમીર, ટામેટાં અને કેપ્સિકમથી સજાવીને પીરસો.