ખાંડવી
સામગ્રી ઃ ૧/૨ વાટકી ચણાનો લોટ, ૩/૪ વાટકી દહીં, ૩/૪ વાટકી પાણી, ૧ ચમચી ખાંડ, ૧/૪ ચમચી હળદર, ચપટી હીંગ, ૧/૨ ચમચી પીસેલાં લીલાં મરચાં, ૧/૨ ચમચી આદુની પેસ્ટ, ૧ ચમચો તેલ, ૧/૨ ચમચી રાઈ, ૧ ગાજર છીણેલું, મીઠા લીમડાના પાન, ૨ ચમચા નાળિયેર છીણેલું, ૨ ચમચા કોેથમીર સમારેલી.
રીત ઃ ચણાનો લોટ, દહીં, પાણી, ખાંડ, મીઠું, હિંગ, આદુની પેસ્ટ, મરચાંની પેસ્ટ અને હળદર બરાબર મિક્સ કરો. ગાંઠો ન પડવી જોઈએ. ચાર મિનિટ માઈક્રો કરો. બરાબર હલાવીને ત્રણ મિનિટ વધુ રાખો. પછી જુઓ કે મિશ્રણ ઘટ્ટ થયું છે કે નહીં. પ્લેટ પર નાખીને જુઓ કે સરળતાથી ઊખડવું જોઈએ. હવે આ મિશ્રણ સ્લેબ પર તેલ લગાવી ઝડપથી પાથરી દો. ઠંડુ થવા દો. ચપ્પુથી લાંબી પટ્ટી કાપો. ઉપર ગાજર, નાળિયેર, કોથમીર નાખો. દરેક પટ્ટી રોલ કરતા જાઓ અને પ્લેટમાં મૂકો. તેલમાં રાઈ અને મીઠા લીમડાના પાન નાખી બે મિનિટ માઈક્રો કરો. પછી એને ખાંડવીની ઉપર ભભરાવો.