India-world.co.in
          Home  |   Contact Us  |  


         

ઘઊંનો હલવો


સામગ્રીઃ ૧ કપ ઘઊં, ૧/૨ કપ તેલ, ૨ ચમચા માખણ, ૧ ૧/૨ કપ ખાંડ અથવા ૧ ૧/૨ કપ ગોળનો ભૂકો, ૧/૨ કપ છીણેલું નાળિયેર, ૧ ચમચી વાટેલી લીલી એલચી, ૧૫-૨૦ તળેલાં સમારેલા કાજુ અને ૨ ચમચા સૂકી દ્રાક્ષ.


રીતઃ ઘઊંને ત્રણ-ચાર કલાક પાણીમાં પલાળી રાખ્યા પછી એને ઝીણા પીસી લો. તેલ ગરમ કર્યા પછી એ મિશ્રણ એમાં નાખી બદામી રંગનું થાય ત્યાં સુધી શેકો. એમાં પાંચ વાટકી પાણી અને ખાંડ નાખી ઘટ્ટ થાય ત્યાં સુધી ચડાવો. એમાં નાળિયેર, સૂકી દ્રાક્ષ, કાજુ, ઇલાયચી અને માખણ નાખી બે-ત્રણ મિનિટ ચડવા દો. ગરમા ગરમ પીરસો.




Developed By Homepages.co.in