ગાર્લિક સ્પેગેટી
સામગ્રી ઃ ૨૦૦ ગ્રામ સ્પેગેટી, બે કપ જેટલું બાફેલું ફણસી, ગાજર અને મટર મિક્ષ, ૧ બારીક સમારેલો કાંદો, બે ટામેટાના ટુકડા બે ચમચા ઘઉંનો લોટ ૧ ચમચી મીઠું, ૪ ચમચા તેલ, બે ચમચા નારિયેળનું છીણ.
પેસ્ટ માટે ઃ ૧૦ લસણની કળીઓ, ૩ ચમચા ધાણા પાવડર, ૧ ચમચી જીરું, આદું, બાર જેટલા કાશ્મીરી મરચાં.
સજાવટ ઃ પાંચ બારીક કાપેલા કાંદા, ત્રણેક લીંબુનો રસ, ૨૦૦ ગ્રામ ચણાના લોટની બારીક સેવ, ૧ કપ કોથમીર, સ્વાદ પ્રમાણે મીઠું, મરચું.
રીત ઃ સ્પેગેટીના ટુકડા ઉકાળી લો. તેને ઠંડા પાણીમાં રાખો. નારિયેળના છીણમાં છ કપ જેટલું પાણી નાંખીને મિક્સીમાં નારિયેળનું દૂધ જેવું બનાવી લો. અને કપડાંથી ગાળી લો.
પેસ્ટના મસાલાને બારિક વાટી લો. એક વાસણમાં તેલ મૂકી તેમાં કાંદા, મસાલાની પેસ્ટ અને ટામેટા નાંખો પાંચ મિનિટ બાદ તેમાં સુકા નારિયેળનું કાઢીને તૈયાર રાખેલું દૂધ, ઘઉંનો જાડો લોટ બાફેલા શાક અને મીઠું નાખો. પંદર મિનિટ ઉકાળી ગ્રેવી તૈયાર કરો.
જ્યારે પીરસો ત્યારે ઉકાળેલી સ્પેગેટી ખૂબ જ ગરમ પાણીમાં નાંખો અને બહાર કાઢીને તેનું પાણી કાઢી લઈ સર્વિગ પ્લેટમાં મૂકી તેના પર ગ્રેવી રેડી સેવ, કાંદા લીંબુનો રસ, મીઠું અને લાલ મરચુંથી સજાવી પીરસો.